રાજકોટમાં હાર્દિક પટેલ ફરી ગાજયા હતા અને પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે રાજકોટમાં આ વખતે અમે 45 સીટથી ચૂંટણી જીતીશું. તેઓ એ ઉમેર્યુ કે 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમને પાર્ટી હાઇ કમાન્ડ તરફથી 45 સીટથી વધુનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને અમે આ ટાર્ગેટ પૂરો કરીશું. કારણ કે અમને હાલ પ્રજા તરફથી જે બહોળો પ્રતિસાદ મળી રહ્યો , જે પ્રેમ મળી રહ્યો છે તેના આધારે હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે.
પાર્ટીથી ટિકિટ ફાળવણીમાં ચૂક રહી હશે. એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી છે. પણ કોંગ્રેસ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે જે લોકો માટે કામ કરવા માગતા હોય અને પદને લાયક હોય.
આમ આદમી પાર્ટી ના પ્રચાર સામે હાર્દિકે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ નથી. આ જંગ માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે અને કોંગ્રેસ જ જીતશે. આમ હાર્દિક પટેલે ફરી મેદાન મારવાની વાત કરી હતી.
