રાજકોટમાં કોરોના કેસ વધવા સાથે હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત થઈ રહયા ની હકીકત સપાટી ઉપર આવી છે. રાજકોટમાં 24 કલાકમાં 24 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. આજે બપોર સુધીમાં 180 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુલ કેસની સંખ્યા 20787 પર પહોંચી છે. જુદીજુદી હોસ્પિટલમાં હાલ1632 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળના જિલ્લા-કોર્પોરેશનને નવા 29 ILR અને 5 ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આદેશ કર્યો છે.
આમ કોરોના એ રાજકોટમાં હાહાકાર મચાવતા તંત્ર દોડતું થઈ ગયું છે.
