રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતા હતા તે વખતે રેશ્મા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું કે સાહેબ હું તમને રિકવેસ્ટ કરૂ છું કે, ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો તે અમે નહીં ચલાવી લઈએ. આ વખતે ઉદય કાનગડે એ તુકારા થી વાત કરતા
બન્ને વચ્ચે તૂં તૂ મે મેં થયું હતું અને ભારે તમાશો ઉભો થયો હતો.
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, NCP પાર્ટી એક વિપક્ષ પક્ષ છે તેઓએ આવી સત્તાધારી પાર્ટીની ગુંડાગર્દી સહન કરવાની તેવો મારો સવાલ છે. બાજુમાં ભાજપના એક ભાઇ હતા તેણે મારી સાથે ગેરવર્તન કરી ગાળો ભાંડી હતી. ભાજપના લોકોએ તંત્રનો દુરઉપયોગ કરી ધક્કામૂકી કરી હતી. મને બહાર ખસેડવાનો તેણે પ્રયાસ કર્યો છે. મને દુઃખ થાય છે કે પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા. તેનો અધિકાર નથી કે કોઇ પણ પક્ષ સાથે અન્યાય કરે. ગાઇડલાઇન પ્રમાણે માત્ર ત્રણ વ્યક્તિ જ હોવા જોઇએ તેના બદલે ભાજપના 50 લોકો અંદર બેઠા હોવાનું તેેેઓ એ જણાવ્યું હતું.
