રાજકોટ માં મોડી રાત્રે એક હોટલ માં વિકરાળ આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી જોકે,બાજુના પેટ્રોલ પંપ સુધી આગ પ્રસરે તે પહેલાં પોલીસ આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
વિગતો મુજબ રાજકોટ ના લીમડા ચોક વિસ્તારમાં આવેલી હોટેલ સિલ્વર સેન્ડમાં મોડી રાત્રે 2.30 વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી જોકે સદનસીબે આજ સમયે પોલીસની પેટ્રોલિંગ વેન ત્યાંથી પસાર થતાં પોલીસ જવાને તરત ફાયર વિભાગ અને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા 10 વાહનો સાથે મોટો ફાયર વિભાગ નો કાફલો તરત સ્થળ ઉપર આવી જતા અને ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી
આગ લાગી તે સમયે હોટલ માં પાંચ જેટલા લોકો પણ ફસાયા હતા, જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 3 લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
10 જેટલા ફાયર ફાઇટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હોટલની બાજુમાં જ પેટ્રોલ પંપ પણ હોય મોટી દુર્ઘટના થતા ટળી હતી, સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને PGVCLનો સ્ટાફ પણ તરત સ્થળ પર પહોંચી આસપાસનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. હાલ આગ લાગવાને પગલે હોટલમાં ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
આમ રાજકોટ પોલીસ ની સતર્કતા થી મોટી જાનહાની થતા અટકી ગઈ હતી.