રાજકોટ શહેર હવે કોરોના પોલીસ વિભાગ માં પ્રવેશ્યો છે અને DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા પોલીસબેડા માં ચિંતા પ્રસરી છે. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં 24 કલાકમાં વધુ 42 અને બે દિવસમાં 87 દર્દીના મોત થયા છે. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. આજે રાજકોટમાં બપોર સુધીમાં નવા 250 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના ના કેસો વધી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 22886 પર પહોંચી છે.
