રાજકોટમાં હવે પોલીસ કર્મચારીઓને પોતાના વાળ કપાવવા માટે બહાર જવું પડશે નહીં કારણકે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં જ આધુનિક સાધનો સાથેનું સલૂન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સલૂનને ‘પોલીસ હેડ ક્વાર્ટર મેન્સ સલૂન’ નામ આપવામાં આવ્યું છે.
આજે પોલીસ કમિશનરે હેડ ક્વાર્ટરમાં સલૂનનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેરાત પણ કરવામાં આવી કે બે મહિનામાં જ પોલીસ લાઈનમાં રહેતાં તમામ પરિવારોને રાંધણ ગેસ પાઈપલાઈનની સુવિધા સહિત પોલીસ પરિવારને જીમની સુવિધા મળી રહે તે માટે હેડ કવાર્ટરમાં જ જીમ બનાવવામાં આવશે જેમાં પોલીસકર્મીઓ પોતાની બોડી બનાવશે.
