રાજકોટ મોડી રાત્રે એક ડોક્ટરે દારૂ પીધેલી હાલત માં BMW કાર ચલાવી અને બાઈક સાથે ભટકાવી દેતા થયેલા અકસ્માત માં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાની વાત વચ્ચે કાર ચાલક તબીબ લક્કીરાજ અકવાલિયાની પોલીસે ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. એક ડોકટર કક્ષા નો લક્કીરાજ ભગવાનજી અકવાલિયા નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું જણાતાં થોરાળા પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક ચાલક એવા થોરાળા ના 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડનું મોત થયું હતું.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
