રાજ્ય માં પેટા ચુંટણીઓ ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે નેતાઓ પણ સક્રિય થઈ ગયા છે અને મતદારો ની ચિંતા કરવા લાગ્યા છે અને જનતા ના પ્રશ્નો અને તેના ઉકેલ માટે હવે ઘરે ઘરે જઈ ને ખાટલા ઉપર બેસી વેદના જાણશે,આજથી રાજકોટ જિલ્લામાં ભાજપની ખેડૂતો સાથે ખાટલા બેઠક
ગાંધી જંયતિથી રાજકોટ જિલ્લામાં ભાજપ દ્વારા કૃષિ બિલને લઇને ખેડૂતો સાથે ખાટલા બેઠક કરવામાં આવશે. 2થી 17 ઓક્ટોબર સુધી જિલ્લાના તમામ પદાધિકારી, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સહકારી આગેવાનો અને ખેડૂતોને તેમનાલક્ષી વિધયકો અને યોજના વિષે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે જણાવશે, જનતા ની ચિંતા કરવા માટે હવે નેતાઓ પોતાની ચિંતા કર્યા વગર રાત દિવસ બસ જનતા અને ખેડૂતો ની ચિંતા માં પડી ગયા છે.
