રાજ્ય માં કોરોના ની બીજી લહેર ઘાતક બની છે ત્યારે રાજકોટ માં કોરોના એ અનેક પરિવાર ના માળા વિખેરી નાખ્યા છે મળતી વિગતો મુજબ રાજકોટ સહિત રાજ્યભર માં જાણીતા ફળોના અગ્રણી વેપારી પન્નાલાલ ફ્રૂટસ પરિવાર પર આભ તૂટી પડ્યુ છે અને કોરોના એ પરિવાર ને છિન્નભિન્ન કરી નાખ્યો છે,માત્ર 20 જ દિવસમાં પેઢીના આધારસ્તંભ એવા ત્રણેય સગાભાઈઓનું કોરોનાને કારણે મોત નીપજતા પિતા લક્ષ્મણદાસભાઈ જસાણી ભાંગી પડ્યા છે.કોરોના ને કારણે જસાણી પરિવારના સૌથી મોટાભાઈ ઓમભાઈ (ઉ.વ.60) ત્યારબાદ યશવંતભાઈ (47) અને સૌથી નાના ગિરીશભાઈ (ઉ.વ.45) ત્રણેય સગા ભાઈ ઓ ના કરૂણ મોત થતા ભારે ચકચાર મચી ગઇ છે. આ વેપારી બંધુઓ વેપારની સાથે સેવાકાર્ય માં પણ હંમેશા મોખરે રહેતા હતા. ઓમભાઈને 3 એપ્રિલે કોરોના લાગુ થયો હતો અને 13 એપ્રિલે અવસાન થયુ હતું.
સૌથી નાના ગીરીશભાઈ 8 એપ્રિલે કોરોના ગ્રસ્ત થયા અને 22 એપ્રિલે તેઓ નું નિધન થયું હતું, ઓમભાઈની દિકરીની સગાઈ થઈ હતી અને થોડા સમયમાં લગ્ન પણ હતા જ્યારે ગિરીશભાઈને પણ સંતાનમાં એક પુત્રી છે. પરીવાર હજુ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં યશવંતભાઈએ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા તેમને સંતાનમાં 18 અને 19 વર્ષના બે પુત્રો છે.રાજકોટમાં સેવાભાવી દાતા ગણાતા વયોવૃધ્ધ લક્ષ્મીદાસભાઈ જસાણી ઉપર આ દુઃખદ ઘટના ને લઈ આભ તૂટી પડ્યું છે.