રાજકોટ શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને સન સ્ટ્રોકના કેસોમા વધારો થયો છે.
છેલ્લા એકજ સપ્તાહમાં 108ને સન સ્ટ્રોકના 235 કોલ મળ્યા છે. જેમાં ગરમી અને લૂ લાગતા ઝાડા-ઊલટી,તાવ, ચક્કર આવવા, બેભાન થવું, છાતીમાં દુખાવો થવો જેવી ફરિયાદ મળી રહી છે.
તંત્ર દ્વારા લૂ અને ગરમીથી બચવા અહીં કેટલાક ઉપચાર બતાવવામાં આવ્યા છે જે કરવાથી ગરમીમાંથી રાહત મળી શકે છે.
જેમાં રોજિંદા વપરાશમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા) અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવા આરોગ્ય તંત્રે જણાવ્યું છે.
તડકામાંથી આવી સીધું નહાવું નહિ, બાળકો માટે કેસૂડા અથવા લીમડાના પાનનો નહાવામાં ઉપયોગ કરવો
હીટવેવ દરમિયાન બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખૂલતા કપડાં પહેરવા અને બહાર નીકળવાનું થાય તો ટોપી અને ચશ્માનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું. અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂછવું. ઠંડું પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. બાળકો માટે કેસૂડાના ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો.
ગરમીમાં બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ સ્નાન કરવું. દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતી બરફવાળી દૂધની અને માવાની આઈટમ ખાવી નહીં. ઉપવાસ કરવાનું ટાળવું, ચા-કોફીના સેવનથી લૂ લાગવાની શક્યતા વધી જાય છે.
આમ આગામી હિટવેવ ની આગાહી વચ્ચે લોકોને ઉપર મુજબના પ્રયોગો કરવા અને કામ સિવાય બપોરના સમયે બહાર નહિ નીકળવા સૂચના અપાઈ છે.
સોમવાર, એપ્રિલ 21
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત