રાજ્ય ના મહાનગરો માં કોરોના સ્પ્રેડ થઈ રહ્યો છે અને હવે રાજકોટ માં પણ કોરોના વિસ્ફોટ થયો છે, રાજકોટ માં છેલ્લા 24 કલાકમાં જ 12 દર્દીના મોત સાથે માત્ર 48 કલાકમાં જ મોતનો આંક 23 થતા તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં દર બે કલાકે એક દર્દીનું મોત થઈ રહ્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
આરોગ્ય વિભાગ ની ટીમો એ ટેસ્ટિંગ સહિત વેક્સિનેશનની કામગીરી માં ઝડપ વધારી છે.
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 19272 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 1003 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે 132 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સત્તાવાર 157 દર્દીના મોત નીપજ્યા છે
રાજકોટમાં ગુરૂવારે કોરોનાના નવા 223 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 179 અને ગ્રામ્ય વિસ્તારના 44 પોઝિટિવ હતા. જ્યારે 24 જ કલાકમાં 11 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સપ્ટેમ્બર માસમાં આ આંક 20થી ઉપર હતો અને ઓક્ટોબરની શરૂઆતમાં આંકડા ઘટવા લાગ્યા હતા પણ હવે ફરીથી બે આંકમાં મૃતાંક નોંધાઇ રહ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 26912 થઈ છે તેમજ 1243 એક્ટિવ દર્દી છે.
આમ કોરોના ની બીજી લહેર રાજ્યભરમાં ખૂબ ઝડપ થી પ્રસરી જતા ભારે ચિંતા ઉભી થઇ છે.
