રાજ્ય માં કોરોના ની હાડમારી ના સમય માં હાલરાજકોટ શહેર માં કોરોના ભયંકર રીતે વકર્યો છે અને 26નાં મોત થતા ભારે ચકચાર મચી ગઇ છે. રાજકોટ માં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1343 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં બુધવારે 94 પોઝિટિવ દર્દી નોંધાયા છે. રાજકોટ શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં કોરોના ફેલાઇ ચુક્યો છે.રાજકોટમાં મનપા, પોલીસ, રૂડા, જીએસટી, યાર્ડ, બેંકના કર્મચારીઓ કોરોના વકરી રહ્યો છે અને તેઓ ના પોઝિટિવ આવી રહ્યા છે પરિણામે કોરોના ની સ્થિતિ ગંભીર બની છે.
કોરોના વકરવા ને કારણે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને હાલ રાજકોટમાં સતત બીજા અઠવાડિયે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર, નાયબ મામલતદારની ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની 24 ખાનગી કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોરોના સ્પ્રેડ થતો અટકાવવા માટે શક્ય તેટલા પગલાં ભરવામાં આવી રહયા છે.
