રાજકોટમાં કોરોનાના સંક્રમણ બેફામ વઘ્યું છે ત્યારે કાર ડિલર્સ એસોસીએશન દ્વારા આજથી એક અઠવાડીયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયુ છે. રાજકોટ કાર ડિલર્સ એસોસિએશન નું કહેવું છે કે, કોરોના ના કેસો વધતા તા. 7 એપ્રિલથી તા.14 એપ્રિલ એમ કુલ 7 દિવસ કાર બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
શહેરના ગોંડલ રોડ, 150 ફુટ રિંગ રોડ, માધાપર ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં કાર-લે વેચ કરતા ડિલરો હોઈ અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો કાર લે-વેચ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે એક અઠવાડીયા સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત આજે ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલા અને 6 હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામમાં પણ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામજનો અને આગેવાનો સાથેની સરપંચે તાકીદની બેઠક બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.
આમ રાજકોટમાં કોરોના ના કેસ વધતા અહીં ટેંશન ઉભું થયું છે.
