મોરબી પંથક માં એક હવસખોર ઇસમે પોતે નવી ગાડી લીધી હોય કુંવારીકા ના હાથે ગાડી ને તિલક કરવાનું જણાવી 10 વર્ષીય બાળા ને ગાડી માં લઇ જઇ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલત માં ગુપ્તભાગે ઇજાઓ થતા બાળકી ને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વિગતો મુજબ મોરબીના કાગદડી ગામના વતની ભુપત ચાવડા નામના ઈસમ ની સાસરી ગોંડલના દેવચડી ગામે આવેલું છે. જેમાં તેની પત્ની રીસામણે હોય ભુપત ગઈકાલે ગુરૂવારે વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવ્યો હતો. ભુપતે મામાજીને જણાવ્યું હતું કે, પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે. અને નવી કારને કુંવારી કન્યાના હાથે શુકનનું તિલક કરાવાનું હોવાથી મામાજીને તેની દીકરીને સાથે મોકલવાનું જણાવ્યું હતું. મામાજીને એમ કે જમાઈને ના પાડશું તો ખોટું લાગશે તેમ વિચારી પોતાની દસ વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી.સાંજના સમયે કૌટુંબિક જમાઈએ પોતાના સાળા મારફત બાળકીને વીરપુર ઘરે મોકલી હતી પણ ભુપત ના મનમાં વાસના નો કીડો કોઈ પારખી શક્યું ન હતું અને બાળકી ને પોતાની સાથે લઈ જઈ હેવાન ની જેમ તૂટી પડતા બાળકી ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને વાસના પુરી થયા બાદ તેને પરત મૂકી જતા બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તુરંત જ વીરપુર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરે બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા પરીવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ દુષ્કર્મને કારણે બાળકીની હાલત બગડતી જ જતા તેણીને સારવાર માટે રાજકોટ લઈ જવાઇ હતી મામાજીએ આ અંગે ભુપત ને ફોન કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગોળી મારી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે હવસખોર ની ધરપકડ કરી હતી એ સમયે મહિલાઓ એકત્ર થઈ હતી અને હવસખોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
