સૌરાષ્ટ્રમાં એક કરુણ ઘટના સામે આવી છે અને એક 12 વર્ષ ના બાળક ઉપર તેનાજ મિત્રો એ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા ભોગ બનનાર બાળકે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે.
બગસરા ના લીલીયા તાલુકાના સલડી ગામે થોડા દિવસ પહેલા ૧ર વર્ષના તરૂણે આપઘાત કરી લીધો હતો આ આપઘાત કેસમાં તપાસ દરમ્યાન સાચી હકીકત સામે આવી હતી જેમાં મૃતક તરૂણ સાથે ત્રણ સગીરો સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાની વાત સામે આવી હતી.
લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા સુમિતભાઈ ડેરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પત્ની અને પુત્રી સાથે ગત તા.ર૮ના રોજ અમરેલી ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે તેમનો ૧ર વર્ષનો પુત્ર ઘરે એકલો હોય ખરીદી કરી ઘરે આવ્યા બાદ જોયુતો તેમના પુત્રએ બાથરૂમમાં ગળાફંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો.
જેથી તરૂણનું પોષ્ટમાર્ટમ કરવામાં આવતા તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય થયાનુ બહાર આવ્યુ હતુ. તરૂણ છેલ્લાં ઘણા સમયથી ગુમસુમ રહેતો હોય અને તેના સગીર મિત્રો સાથે રમતો હોય ત્યારે તેની સાથે રમતા ત્રણ સગીરોએ તરૂણ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હોવાની શંકા સાથે ત્રણ સગીરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે,આ ચકચારી આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવો વળાંક આવતા ગંદુ કામ કરનાર તેના મિત્રો સામે કાયદેસરની કરીવાહી હાથ ધરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
