ભાવનગર માં ચુંટણીઓ ની શરૂઆત થઈ છે અને વહેલી સવાર થી મતદાન શરૂ થઈ ગયું છે.
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 સભ્યો માટે મતદાન શરૂ થઇ ગયું છે. અહીં કુંભારવાડા, વડવા, કરચલીયા પરા અને ઉતર ક્રૃષ્ણનગર વોર્ડમાં તંગ વાતાવરણ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ભાવનગર માં કોર્પોરેશનની ચુંટણી માટે ભાજપ- કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, એન.સી.પી. અને સી.પી.એમ સહિતના પણ મેદાનમાં છે.
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 211 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આજે 469 મતદાન મથક પર કુલ 5.25 લાખ મતદારો મતાધિકાર ભોગવશે. 13 વોર્ડ પૈકી સૌથી વધુ વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારીમાં 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ચાર ચાર ઉમેદવારો અને 13 તો અન્ય પક્ષના ઉમેદવારો હોવાથી અન્ય પક્ષ પણ પરિણામ બદલવામાં મહત્વનું પાસું ભજવશે.
આમ ભાવનગર માં મતદાન નો પ્રારંભ થઈ ચૂક્યો છે.