ભાવનગર જિલ્લાના ઘાંઘળી નજીક મીની બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં બાઇક ઉપર જઇ રહેલ દંપતી નું મોત નીપજ્યુ હતું. મૃતક દંપતી મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતાં એભલભાઈ ગેમાંભાઈ ડાભી (ઉં.વ. 35) અને શોભાબેન એભલભાઈ ડાભી (ઉં.વ.30) હોવાનું ખુલ્યું હતું.
તેઓ નવરાત્રિ નિમિત્તે બાઈક પર સવાર થઈને ઉમરાળાના ચોગઠ ગામે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે શિહોરના ઘાંઘળી નજીક આવેલી કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થતી વખતે આ ઘટના બની હતી મૃતક એભલભાઈ ગેમાંભાઈ ડાભી અને શોભાબેન એભલભાઈ ડાભીને સંતાનમાં બે દીકરી અને એક દિકરો હોવાનું અને મુળ ચોગઠ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મોત નીપજતાં નવરાત્રીના પર્વમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે આ બનાવ ને પગલે ભારે અરેરાટી ફેંલાઈ જવા પામી હતી.
