ભાવનગરમાં નવા કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા પ્રસરી છે ગતરાત્રે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ભાવનગર રેલવે સ્ટેશન રોડ, મતવા ચોકમાં રહેતા રૂક્ષાનાબેન ઇબ્રાહિમભાઇ પઠાણ (ઉ.વ.60) અને બોરડી ગેટ ગીતા ચોકમાં રહેતા કુમારભાઇ રસીકભાઇ વોરા (ઉ.40) નો કેસ પોઝીટીવ આવ્યા બાદ આજે 24 એપ્રિલના રોજ સવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હોવાની માહિતી છે આમ ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 થઇ છે.
ભાવનગર આરોગ્ય વિભાગની ટીમે ગતરોજ કુમારભાઈ વોરાનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલ્યું હતું જેનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. આજે સવારમાં વધુ ત્રણ પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. જેમાં હોટસ્પોટ વિસ્તારમાં સંઘેડીયા બજાર મોચી શેરીમાં રહેતા રૂકસાનાબેન મુખ્તારભાઈ શેખ (ઉ.વ.45),વડવા માઢીયાફળીમાં રહેતાં શોએબ નિઝામભાઈ રાઠોડ (ઉ.વ.25) અને વડવા નેરામાં રહેતા ફારૂખભાઈ ગફારભાઈ ગનીયાણી( ઉ.વ.49)ના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા આ વિસ્તારમાં લોકો ની ચિંતા વધી ગઈ છે અને દિનપ્રતિદિન કેસો વધતા જતા આરોગ્ય વિભાગ માં પણ ટેંશન વધી ગયું છે.
