ભાવનગર મહાનગરપાલિકાના મેયરપદ માટે કીર્તિબેન દાણીધારિયાનું નામ જાહેર થતાં જ વર્ષાબા પરમાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં. વર્ષાબાએ પત્રકારોને જણાવ્યું હતું કે મારી સાથે અન્યાય થયો છે. પ્રથમ અઢી વર્ષ સામાન્ય સીટે હોવા છતાં કીર્તિબેનને મેયર બનાવવામાં આવ્યાં છે. મારી સાથે કાયમ આવું જ થાય છે. આ બધું જિતુભાઈ વાઘાણી ના કામ છે.
વર્ષાબા પરમારે જણાવ્યું હતું કે આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષીપંચને મેયર બનાવવામાં આવ્યા છે. જિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે પેનલ તોડશે તેને નાની કમિટીમાં પણ સ્થાન આપવામાં આવશે નહીં, પણ જિતુભાઈએ કીર્તિબેન દાણીધારિયાનું નામ લખ્યું છે, એટલે આ બધું જિતુભાઈએ જ કર્યું છે. પહેલેથી મારી સાથે અન્યાય થતો આવ્યો છે. પાર્ટી હરહંમેશ મારી સાથે અન્યાય કરે છે. હું રાજીનામું આપું છું. નોંધનીય છે કે ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર વિજેતા બન્યા છે.