ભાવનગર માં ચૂંટણી બાદ કોંગ્રેસના ઉમેદવારની જીતના નીકળેલા વિજય સરઘસ દરમ્યાન બબાલ થતા ઘોઘાના સણોદર ગામે અમરભાઈ બોરીચા નામના વ્યક્તિ ની હત્યા કરી દેવાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સમગ્ર મામલો કોંગ્રેસના વિજય સરઘસમાં બન્યો હતો. હુમલામાં અન્ય કેટલાક લોકો ને પણ ઇજાઓ થઈ હતી.
કોંગ્રેસના જીતેલા ઉમેદવારના સરઘસ દરમિયાન કોઈએ મૃતક ના ઘર ઉપર પથ્થર મારતા સમગ્ર મામલો બિચક્યો હતો. સરઘસ સાથે ચાલતા ડીજેની સીસ્ટમ મૃતકના ઘર પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન થયેલી બોલાચાલી બાદ અમરભાઈ બોરીચા પર હુમલો થયો હતો. જેમાં ઈજાગ્રસ્ત બનેલા 60 વર્ષીય અમરભાઈ બોરીચાનું મોત થઈ ગયુ હતુ,આ ઘટનાને લઈ ભારે ચકચારી મચી ગઈ છે.
ઘોઘા તાલુકાના સાણોદર ગામે ચૂંટણીના પરિણામ બાબતે ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસમાં અંદરોઅંદર થયેલ મનદુ:ખ બાબતે થયેલ ઝઘડો મારામારીમાં પરિણમતા એક આધેડ દલિતનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાવની જાણ થતા ઘોઘા પોલીસે ઘટનાસ્થળે તથા સર ટી. હોસ્પિટલમાં દોડી જઈ ફરિયાદ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં ભાવનગર હોસ્પિટલ ખાતે મોટા પ્રમાણમાં દલિતોના મોટા પ્રમાણમાં ટોળા ભેગા થઇ ગયા હતા.
ઘોઘા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તથા ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં જઈ ફરિયાદ અંગે આગળની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ બનાવથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. દરમિયાનમાં આ બનાવનો જે વીડીયો ઉતારેલો તે પણ નાશ કરી દેવાયો હોવાનું તેમજ તેમનો ફોન પણ તોડી નાખ્યો હોવાનું તેમના પરિવારજનોએ રોષભેર જણાવ્યું હતુ . અમરાભાઈ મેઘાભાઈ બોરીચાને આ અગાઉ ઇ.સ.2013ના વર્ષમાં આ જ ગામના કેટલાક લોકો સાથે ચૂંટણી સમયે મતભેદ અને ઝગડો થયો હતો તેની અદાવત ને લઈ બનાવ બન્યા નું ચર્ચાઈ રહ્યું છે
મૃતકે છેલ્લા ઘણા સમયથી પોલીસ રક્ષણ માંગેલું
મૃતકે છેલ્લા ઘણા સમયથી ઘોઘા પોલીસ પાસેથી રક્ષણની માંગ કરી હતી. જે હાલમાં તેને મળતું હતુ.