રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળા ની કાર ને
ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે આઇસર સાથે અકસ્માત નડતા રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજકોટના ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલનો પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા ગઢડા મામલતદાર, ડે.કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનાબા પુત્રી ગરીમાબા અને સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યાં હતા. એ સમયે ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે આવેલા બ્રિજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.
