ભાવનગરના સિહોર પાસે આવેલ ઘાંઘળી સ્થિત કે.બી.ઇસ્પાત પ્રાઈવેટ લી. નામની રોલિંગ મિલ ધરાવતા કુમાર રસિકભાઈ વોરા કે જે ભાવનગરના ગીતાચોક વિસ્તારમાં રહે છે. જેમણે સરકારની ગાઈડલાઈન મુજબ 22 તારીખે પોતાની રોલિંગ મિલમાં ફરી કામકાજ શરૂ કર્યું હતું તેમની ફેકટરી માં 100થી વધુ લોકો કામે લાગ્યા હતા. પરંતુ ભાવનગર કોર્પોરેશનની એક્ટીવ સર્વેલન્સ ડ્રાઈવ દરમિયાન કોર્પોરેશન સ્ટાફ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો માં આ રોલિંગ મિલના માલિક કુમાર વોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અને સિહોર આરોગ્ય વિભાગની ટીમેં તરત જ આ મીલ ઉપર પહોંચી ને સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવા સાથે રોલિંગ મિલમાં જ રહેતા અને કામ કરતા 96 કારીગરો ને 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવા અને રોલિંગ મિલના કમ્પાઉન્ડમાંથી બહાર ન નીકળવા સૂચના આપી દીધી હતી.ઉપરાંત અન્ય 6 લોકોને ભાવનગર સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા
અને મીલ માલિક ના ગીતાચોક ખાતેના નિવાસસ્થાને પણ તંત્ર દ્વારા સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરી હતી. તેમજ કુમાર વોરાને ટ્રોમા સેન્ટરના કોવિડ- 19 હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પરિવારના અન્ય લોકોને પણ ક્વોરન્ટીન કરાયા છે સાથેજ ભાવનગર માં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 38 પર પહોંચી છે અને દિનપ્રતિદિન કેસો માં વધારો જોવા મળી રહયો છે અને હવે તો છેક શિહોર અને આસપાસ ના વિસ્તારમાં પણ કોરોના પ્રસરતા લોકો માં ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.
