સરકારે કોરોના માં રાહત આપવાને બદલે પેટ્રોલ ,ડીઝલ માં ભાવ વધારો ઝીકી દઈ ઉગાડી લૂંટ ચલાવી છે,ત્યારે પ્રજામાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ , ડીઝલ ના ભાવવધારાનો વિરોધ કરવા માટે રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા ઘોડા પર બેસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ લોકો બળદ ગાડા અને ઊંટ, ઘોડા ઉપર મુસાફરી કરતા હતા ત્યારે ફ્યુઅલ ની જરૂર પડતી નહતી જેથી દેશ પાછળ જઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે ક્રૂડ ઓઇલ ના ભાવ સાવ તળિયે હોવા છતાં માત્ર જનતા ને લૂંટવા જ સરકારે હિટલરશાહી નું પ્રદર્શન શરૂ કર્યું છે,પણ શહેર પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી તે સામે શહેર કોંગ્રેસના અશોકભાઈ ડાંગરે પ્રમુખે આકરી પ્રતિક્રિયા આપી ગમે તે ભોગે રેલી યાોજવામાં આવશે તેવો મકકમ નિરાધાર વ્યકત કર્યો હતો,ત્યારે આ બાબતે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા જે રેલી યોજવામાં આવનાર હતી તે શહેરના ત્રિકોેણબાગથી શરૂ થઈને લાખાજીરા રોડ,કંસારા બજાર,પરાબજાર,સદર બજાર,રેસકોર્ષ ચોક,કિસાનપરા ચોક,એસ્ટ્રોન ચોક,યાજ્ઞિક રોડથી માલવીયા ચોક સુધી યોજવામાં આવનાર હતી અને તેે ઘોડા પર બેસી નીકળવાની હતી અને આ માટે કોંગ્રેસ દ્વારા પોલીસ પાસે રેલી અંગે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ રેલી ને મંજૂરી નહિ મળતા અને બીજી તરફ રેલી માટે મક્કમ કોંગ્રેસ વચ્ચે બબાલ થવાની શકયતા જણાઈ રહી છે.
