ગુજરાત ના પ્રસિદ્ધ તિર્થધામ દ્વારકાના જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા ધ્વજા ને સામાન્ય નુકશાન થયું હતું પણ અનેક દ્વારકાવાસીઓ પરની મોટી ઘાત ભગવાન દ્વારકાધીશે જાણે પોતાના ઉપર લઈ લીધી હોય તેવી અનુભૂતિ નજીક રહેતા લોકો એ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી ગાજવીજ સાથે વરસાદ ચાલુ હતો ત્યારે દ્વારકાધીશ ના મંદિર ની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થવાની શકયતા હતી પણ ચમત્કારિક રીતે જ વીજળી ધ્વજા તરફ થોડા અંતરે ફંટાઈ હતી. નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા હતા આ અગાઉ આવું ક્યારેય કોઈએ જોયું નથી.