રાજકોટ: શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી એક હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની માસૂમ બાળકી જમીન પર નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયા બાદ જરૂરી પંચનામાની કાર્યવાહી ભક્તિનગર પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા માસૂમ બાળકીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ પૂર્ણ થયા બાદ બાળકીની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર પાઈન વીંટા નામની હોટલ આવેલી છે. હોટલમાં માંગલિક પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નિત્યા ગોહિલ નામની દોઢ વર્ષની દીકરી ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખાબકતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પુણેના રહેવાસી માનસીબેન ગોહેલ રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ ગોહેલ છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.રમતાં રમતાં નિત્યા બારીએ પહોંચી ગઈઅને નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી માનસીબેન તેની પુત્ર નિત્યા સાથે રાજકોટ આવ્યાં હતાં. ગોંડલ રોડ પર હોટલમાં રૂમ સંબંધીએ માતા-પુત્રીને ઉતારો આપ્યો હતો. માનસીબેનના પતિ દીપેશભાઇ પુણેમાં રહે છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ધ પાઇનવિન્ટા નામની હોટલ આવેલી છે. તેમાં પુનાથી રાજકોટ સગાઈ પ્રસંગમાં આવેલા એક પરિવારે રાત્રિ રોકાણ કર્યું હતું. તેની દોઢ વર્ષની પુત્રી નિત્યાએ સવારે સાડા આઠ વાગ્યે હોટલની બારી છે તે ખોલી હતી. બારીની બાજુમાં બાકડો હતો તેના પર તે રમતી હતી. માતા-પિતા મોબાઇલમાં વ્યસ્ત હોવાથી દીકરી અચાનક જ બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાદમાં બાળકીને ગોકુળ હોસ્પિટલ ખસેડાઇ હતી પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. માતા-પિતાનું ધ્યાન નહીં, બાળકી મોબાઇલમાં ગેમ બારી પાસે રમી રહી હતી. બારી ઉંચે આવેલી હોવાથી દોઢ વર્ષની બાળકી ખોલી શકે નહીં, બારી તો વડીલ વ્યક્તિ જ ખોલી શકે એટલે એ દિશામાં પણ અમે તપાસ હાથ ધરી છે. બારી ખુલ્લી હોય અથવા રાતે ખુલ્લી પણ રાખી હોય શકે. આ અંગે તેના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં તો બાળકી રમતા રમતા પડી ગયાનું ખુલ્યું છે.
અગાઉ બિલ્ડિંગના પાંચમા માળે રમતાં-રમતાં પટકતાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું
7 મહિના પહેલાં રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્ક્વેર બિલ્ડિંગમાં ચોકીદારી કરતા અને ત્યાં જ રહેતા ખડગભાઇ સોમદના બિલ્ડિંમાં નીચે હતા. પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડિંગના પાંચમા માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગઈ હતી. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો. દરમિયાન કુબેર રમતાં રમતાં અચાનક પાંચમા માળેથી નીચે પટકાતાં પત્ની જોઇ જતાં દેકારો મચાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પાંચમા માળેથી પડતાં કુબેરને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. આસપાસના લોકો અને તેની માતા દ્વારા કુબેરને ઘાયલ અવસ્થામાં તાકીદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં માતા-પિતાની બેદરકારીના કારણે તેમના વાહ્લા સંતાનોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આમ, ખાનગી હોટલમાં યોજાનાર માંગલિક પ્રસંગમાં માસુમ બાળાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.