રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ગઈકાલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ધારાસભ્ય લલીત વસોયાણો બર્થ ડે હોય સમર્થકોની ભીડમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઊડ્યાં હતા અને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
ઉપલેટા-ધોરાજીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને બીજી બાજુ નેતાઓ દ્વારા રાજકીય મેળાવડા કે બર્થ ડે સેલિબ્રેશન ને મહત્વ અપાઇ રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય લલીત વસોયા એ લોકો ને કોરોના ના નિયમો પાળવાની સલાહ આપી હતી અને હવે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેમના મિત્રો સાથે કોવિડ ગાઇડલાઇન્સનો ઉલાળિયો કરતા નજરે પડ્યા હતા.
એક તરફ ધોરાજી તાલુકામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 250 કેસ નોંધાયા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય કેસની ચિંતા કરવા બદલે કેકમાં વ્યસ્ત છે. આવા સમયે લોકોની ચિંતા કરવાને બદલે ખુદ નેતાઓ જ નિયમો નેવે મૂકી જન્મદિવસની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. ધારાસભ્ય લલિત વસોયાના બર્થ ડેની ઉજવણી કરવા સમર્થકો તથા ચાહકો મોટી સંખ્યામાં સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આ સમર્થકોની ભીડમાં માસ્ક અને સામાજિક અંતરના ધજાગરા ઊડ્યા હતા અને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
સોમવાર, એપ્રિલ 21
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત