રાજકોટ નજીક ના થોરાળા પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ દિનેશ માંડાણી ને લોકો એ દારૂ પીધેલી હાલત માં ઝડપી લીધો હોવાની વાતે ભારે ચકચાર જગાવી હતી.
ગતરોજ બપોરે દૂધસાગર રોડ પર માજોઠીનગર નજીક તે બાઇક લઈને આવ્યો હતો અને કોન્સ્ટેબલ માંડાણીએ એક ટ્રકને તપાસ અર્થે રોકતા જ લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા, અને કોન્સ્ટેબલને ઘેરી લીધો હતો. બાઇક ઉપર આવી ટ્રક ને ઉભી રાખી વટ મારનાર કોન્સ્ટેબલ નશાખોર હાલતમાં લાગતા લોકો એ તેને ઘેરી લઈ પોતાના મોબાઇલમાંથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને લોકો એ કોન્સ્ટેબલના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની એક બોટલ કાઢી હતી જેમાં કેફી પ્રવાહી જેવું મળી આવતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલે થોરાળા પોલીસે કહ્યુ કે પોલીસ મથકે કોન્સ્ટેબલ માંડાણી અને તેનું બાઇક આવ્યું ત્યારે તેની પાસેથી કોઇ બોટલ મળી નથી, તેમજ તેની સામે નશાનો આક્ષેપ થયો હોવાથી હોસ્પિટલે લઇ જઇ તેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે, મેડિકલ રિપોર્ટમાં નશો કર્યાનું ખૂલશે તો તેની સામે કાર્યવાહી કરાશે.
આમ લોકો એ વિડીયો ઉતારી કોન્સ્ટેબલ ને પોલીસ ને સોંપવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
સોમવાર, એપ્રિલ 21
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત