રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકિ ગામ ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તારીખ 11 મે થી 18મે સુધી ચાલનાર શિવકથામાં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું યોજાયા હતા. દરમિયાન ગત 13 મે ના રોજ યોજાયેલ ઉર્વશી રાદડિયા અને અલ્પા પટેલના ડાયરાનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાતો હોય છે. પરંતુ અહીં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો !!!
ડાયરામાં ઉપસ્થિત લોકો દ્રારા કવબીનેટ મંત્રી જયેશ રાદડિયા પર લાખો રૂપિયાનો વરસાદ વરસાવાયો હતો. તેમજ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે પ્રથમ દિવસે ડાયરામાં થયેલ રૂપિયાના વરસાદ બાદ બીજા દિવસે ડાયરા દરમિયાન આયોજકો દ્રારા મોબાઇલમાં શુટિંગ કરતા લોકોના મોબાઇલ ફોન પણ લઇ લેવામા આવ્યાં હતાં. સામાન્ય રીતે લોક ગાયક પર રૂપિયાનો વરસાદ થતો હોય છે પરંતુ અહીં મંત્રી પર થયેલ લાખો રૂપિયાના વરસાદને લઇ અનેક સવાલો ઉદભવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ડાયરાના આયોજક મનસુખ દેવાણી પોતે જામનગરના જાણીતા બિલ્ડર છે.