સૌરાષ્ટ્ર પંથક માં બનેલી એક અત્યંત અરેરાટી ભરી ક્રૂર ઘટના માં એક સાધુ એ મહિલા ભક્ત ને સળગાવી દઈ હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે, પ્રચાર માધ્યમો માં આ સમાચારે ભારે ચકચાર જગાવી છે.
જૂનાગઢ નજીક સાબલપુર ગામ પાસે અાવેલા ખોડિયાર માતાજીના મંદિરના મહંતે રહસ્યમય સંજોગોમાં તેની શિષ્યાને ધુણામાં ફેંકી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારતાં અા ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે.જૂનાગઢના સાબલપુર ગામ નજીક ખોડિયાર માતાજીનું મંદિર અાવેલું છે. અા મંદિરના ધુણામાંથી ગઈ કાલે એક માનવ કંકાલ મળી અાવતાં પોલીસના કાફલાએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને કંકાલને પૃથક્કરણ માટે જામનગરની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી અાપ્યું હતું. જ્યારે બીજી તરફ અા મંદિરના મહંત બલવંતગીરી પણ ભેદી રીતે લાપતા હોઇ પોલીસે મહંતની સઘન શોધખોળ શરૂ કરી હતી.દરમિયાનમાં પોલીસને બાતમી મળતાં જામનગર પાસેના ખંભાળિયા ખાતે રહેતા હિતેશભાઈ રમેશચંદ્ર રત્નાકરનો સંપર્ક કર્યો હતો. હિતેશભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમની માતા જસુબહેન બે દિવસ અગાઉ જૂનાગઢના સાબલપુર ખાતેના મંદિરે જઉં છું તેવું કહીને નીકળ્યાં હતાં. ત્યારબાદ તેમનો ફોન પણ બંધ અાવતો હતો. તેમણે અા માનવ કંકાલ તેમની માતાનું જ હોવાનું જણાયું હતું.પોલીસે મંદિરમાં રહેતા અન્ય શખસોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મંદિરના મહંત બળવંતગીરી અને જસુબહેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં મહંતે લાકડાના ધોકાથી હુમલો કરી જસુબહેનને લોહીલુહાણ હાલતમાં સળગતા ધુણામાં ફેંકી દેતાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને મહંતની ધરપકડની તજવીજ હાથ ધરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.