જામ નગર માં ભારે ચકચાર જગાવનાર શહેર ની જ્યશ્રી ટોકીઝ પાસે આવેલી પુર્વ કોર્પોરેટરની હોટલમાં આજે જમવાના ખોટા બીલ બાબતે દરબાર યુવાને બોલાચાલી બાદ હોટલની બહાર નિકળીને જાહેરમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી બે રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. પોલીસે સ્થળ પર ધસી જઈ એક્સ આર્મીમેનની અટક કરી ફોજદારી નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
જામનગરના ભરચક એરીયા જયશ્રી ટોકીઝ પાસે,પુર્વ કોર્પોરેટર આકાશ બારડની અંબિકા હોટલ આવેલી છે. જેમાં આજે ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક્સ આર્મીમેન ભરતસીંહ બુજડ તેમના મિત્રો સાથે જમવા માટે હોટલે ગયા હતાં. જમ્યા બાદ બીલ બાબતે એક્સ આર્મીમેન દરબાર અને પુર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન હોટલમાં જમવા આવેલા લોકો ચાલ્યા ગયા હતાં. આ બબાલ માટે કહેવાય છે કે વેઈટેરે જમવાના બિલ માં વધુ 6 રોટલી ઉમેરી દેતા ખોટું બિલ બનાવવા મુદ્દે આર્મીમેન એવા બાપુ નો પીતો ગયો હતો. અને તેવો એ મિજાજ ગુમાવી નીચે ઉતરીને હોટલથી ૧૦૦ મીટર દુર જઈને પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. જેથી તે ભરચક એરીયામાં ભારે સનસનાટી મચી જવા પામી હતી અને લોકો એકઠા થઈ ગયા હતાં. બનાવની જાણ થતા એલસીબી તથા સીટી એ ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્સ આર્મીમેનને અટક કરીને તેની સામે ફોજદારી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.