રાજ્યના જામનગર મહાનગરપાલિકા માં પણ આજે જાહેર થયેલા નામો માં મેયર પદે બીના કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર અને સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે મનીષ કટારીયા ની વરણી કરવામાં આવી હતી. જામનગરમાં શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા તેમજ મનપાના દંડક તરીકે કેતન ગોસરાણીની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેલી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકામાં પદાઅધિકારીઓની નિમણૂક કરવા માટે સંપૂર્ણ જ્ઞાતિ ના સમીકરણો ધ્યાને લેવાયા છે. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પદાઅધિકારીની નિમણૂક કરાઇ છે. નામ જાહેર થતા જ નવનિયુક્ત પદાધિકારીઓ ને શુભકામનાઓ ની વર્ષા થઈ હતી.
