રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ને વધુ એક ભેટ મળી છે અને તે છે જામનગર ની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવો.
PM મોદી એ આજે ધન તેરસ ના શુભ દીને જામનગર ની આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું, જેથી હવે જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળવાની આશા બંધાઈ છે.
લોકાર્પણ બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. આયુર્વેદના વિસ્તારમાં માનવજાતની ભલાઈ છૂપાયેલી છે. આયુર્વેદ ભારતનો વારસો છે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે.
જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું તેઓએ ઈ-લોકાર્પણ કર્યું હતું આ તકે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ કાર્યક્રમ દરમ્યાન હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું છે કે, દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાત ની આ યુનિવર્સિટી વધુ કાર્યશીલ બનશે જે ગર્વની વાત છે. જામનગરમાં ITRA અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે. આ પ્રસંગે WHO ના પ્રતિનિધિએ પણ વીડિયોના માધ્યમથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે, 5મા આયુર્વેદ દિવસને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોના ની ગાઈડલાઈન ના નિયમો પાળી ઉજવવામા આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે પીએમ આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
