કોરોના ના હાહાકાર વચ્ચે અત્યન્ત કરુણ ઘટના માં જામનગરના દરેડમાં 14 માસના બાળક જિશાંત રહેમાનભાઇ કુરેશીને 4 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેનું કરુણ મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો . મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા અઢી વર્ષથી અહીં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ તબિયત વધુ ગંભીર હોવાથી તેનું 24 કલાકમાં જ મોત નીપજ્યું હતું. મૃતક બાળક તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું. બાળકના પિતા રહેમાનભાઇ ના જણાવ્યા મુજબ કોઈએ તેમના બાળક ને કેળા અને દ્રાક્ષ ખવડાવતાં તેની તબિયત બગડી હતી અને એક અઠવાડિયા થી શરદી અને ઉધરસ હતી બાદ માં ડોક્ટરે ન્યુમોનિયા હોવાનું જણાવ્યું હતું અને છેલ્લે કોરોના ડિકલેર થયો હતો.
