સૌરાષ્ટ્રના જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા ગામ ના પાટિયા નજીક પાસે હોટેલ આશાપુરા સામે રોડ ઉપર એક કાર સામે અચાનક કૂતરો આવી જતા કાર ચાલકે કૂતરા ને બચાવવા જતા સર્જાયેલા અકસ્માત માં કાર બે ત્રણ વખત પલટી ખાઈ જતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના કરૂણ મોત થતા ગામ માં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવીણસિંહ ઝાલાના ભત્રીજા થતા હોવાની વિગતો સામે આવી છે.
ઘટના ની જાણ થતાંજ મેઘપર પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી,વિગતો મુજબ મૃતક રાજદીપસિંહના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો
આજે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજદીપસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પૃથ્વીરાજસિંહ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના આજે અકસ્માતમાં કરૂણ મોત થતા ભારે અરેરાટી અને શોક ની લાગણી ફેલાઇ ગઇ છે.
