આવર્ષે હોળી હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જઇ હોવાથી રાજકોટ ના જાણકારો ના અવલોકન મુજબ હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જતા વરસાદ મધ્યમ અને કેટલીક જગ્યાએ તો ઓછો વરસાદ પડવા સાથે રોગચાળા નું પ્રમાણ વધે અને પાકનો બગાડ પણ થવાની શક્યતાઓ દર્શાવે છે. હોળીની પ્રગટતી જ્વાળાની દિશા ઉપરથી વર્ષ અને વર્ષાઋતુનો અંદાજ મેળવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. જે ભડલીના ઋતુ વિજ્ઞાન અંગેના વાક્યોના આધારે કરવામાં આવે છે. હોળીની જ્વાળાની ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને આ વખતે રાજકોટ માં હોળી ની જ્વાળા ઈશાન તરફ પવન દર્શાવતા આ મુજબ આગાહી થઈ છે જોકે, હાલ માં પવન ની કોઈ ચોક્કસ દિશા નહિ હોવાથી અને પવન પોતાની દિશા સતત બદલતો હોવાથી અલગ અલગ અનુમાન લાગવાઈ રહ્યા છે.
