હાલ કોરોના અંગે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન નો અમલ કરાવવા માટે પોલીસ લોકો ને માર મારી રહી છે ત્યારે સામાજિક સેવાભાવી કાર્યકરો પણ પોલીસ ની ઝપેટે ચડી રહ્યા છે ગોંડલ માં મૃતદેહ લઈ જઈ રહેલા સામાજિક કાર્યકર ને રોકી પોલીસે કંઈપણ જાણ્યા વગર જ લાકડીઓ નો ઢોર માર મારી બરડો ફાડી નાખ્યો હતો વિગતો મુજબ રાજકોટ નજીક ના ગોંડલ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સમયે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી થી મોત થયું હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે ઉભેલા બે પોલીસવાળા એ કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર પ્રફુલભાઈ રાજ્યગુરુ ને પીઠ ના ભાગે લાકડીઓ ફટકારતા તેઓઇજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં પણ તેઓએ મૃતદેહ રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. અને જ્યાંથી તેઓ પરત ફરી ગોંડલ હોસ્પિટલ સારવાર માટે દાખલ થયા છે. આ હુમલાના પગલે નામી સંસ્થાઓ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃતિઓ સ્થગીત કરવાનો નિર્ણય આગેવાનોએ લીધો છે.
સમાજસેવક પર થયેલા હુમલાને પગલે રોષ, તમામ સેવાઓ સ્થગિત કરી
માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ ઉપર બે પોલીસ વાળા દ્વારા માર મારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. હુમલાને લઇને સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા, ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓના આગેવાનો તેમજ સદસ્યો ઘસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને 24 કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.આ ઘટના એ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી અને પોલીસ સામે આક્રોશ ફેલાયો હતો.
