કોરોના માં પાન ના ગલ્લા મીની લોકડાઉન માં બંધ રહેતા ‘નવરા નખ્ખોદ વાળે’ તે ઉક્તિ મુજબ બે પાન ના ગલ્લા વાળાઓ ને કુબુદ્ધિ સૂઝી હતી અને ગામડાં ની 12 વર્ષ ની છોકરી ને શોસ્યલ સાઇટ ઉપર ફસાવી તેનું અપહરણ કરી વાસના સંતોષતા ભારે ચકચાર મચી ગઇ છે.
રાજકોટ ના ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વગર ની 12 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ની ઘટના પ્રકાશ માં આવી છે.
ગોંડલ ના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી રહે. આસોપાલવ સોસાયટી તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (રહે. 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી અને અવી મુકેશભાઈ સોલંકી (રહે. આસોપાલવ પાર્ક)એ બાળા નું કાર માં અપહરણ કર્યું હતું અને બાદમાં ગોંડલ વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને અક્ષય સોલંકીએ સગીરા સાથે શારીરિક ગુપ્ત ભાગે હાથ ફેરવી અડપલા કર્યા હતા. બાળા ના અપહરણ માં અવી સોલંકી ની કાર નો ઉપયોગ થયો હતો.
આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે, અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે.
આરોપીઓએ સગીરાનનું સવારના સમયે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દેતા સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સઘળી હકીકત કાકાને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ 363, 366, 376, 354 (A), 114, પોક્સો કલમ 4, 8, 17 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.