કોરોના સ્થિતિ માં પણ ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવવાનું સેવાનું કામ કરનાર સમાજસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂને ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર રોકી તેમને ઇન્ચાર્જ PSI ધામાએ તેમને માર મારી પીઠ ના ભાગે સોટા પાડી દીધા હતા. જોકે બીજી તરફ સમાજસેવક પોતાની ફરજ ન ચૂકી અને મૃતદેહને જે તે સ્થળે પહોંચાડ્યો હતો. બાદમાં ગોંડલ આવી સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગંભીર ઘટના ગણાવી તાત્કાલિક અસરથી PSI ધામાને સસ્પેન્ડ કર્યા હતા. આ અંગેની વિગતવાર તપાસ ACP ગેડમને સોંપવામાં આવી છે.
રાજકોટ CPએ ગંભીર બાબત ગણાવી લોકડાઉનને લઈને ગેરવર્તનને લઇ 24 કલાકમાં બે પોલીસ સસ્પેન્ડ થયા છે. જેમાં અમદાવદામાં એક અને એક રાજકોટનો સમાવેશ થાય છે ત્યારે પોલીસ પણ થોડી તપાસ બાદ જ પોતાની ફરજ બજાવે તે જરૂરી છે કારણ કે બધા સરખા નથી હોતા અને આવી સ્થિતિ માં તેઓ પણ સેવા કરવા કે અન્ય જરૂરી કામ થી નીકળ્યા હોય છે.
