વિધાનસભા ની ચુંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા રિસાયેલાઓ ને મનાવવા અને ભાજપ માં પુનઃ વિશ્વાસ સંપાદન કરવા પ્રયાસો શરૂ થયા છે જેમાં સફળતા મળતી જણાઈ રહી છે ભાજપ થી નારાજ પાટીદારો ફરી ભાજપ તરફ જણાયા હતા અને રાજીપો દેખાડયો હતો.
રાજ્ય માં ભાજપ દ્વારા જન આર્શિવાદ યાત્રા ફરી રહી છે જે યાત્રા માં બે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં યાત્રા પ્રવાસ ઉપર છે ત્યારે જન આશિર્વાદ યાત્રા આજે ખોડલધામ ખાતે પહોંચી હતી જ્યાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ એકસાથે જોવા મળ્યા હતા આ પ્રસંગે
નરેશ પટેલે પાટીદાર નેતાઓને કેન્દ્રમાં નેતૃત્વ આપવા માટે સરકારનો આભાર માન્યો હતો.
ઉપરાંત જેરામ પટેલે જણાવ્યું કે, ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યું છે તેનાથી અમે સંતુષ્ટ છીએ.
કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ પણ ‘પીએમ મોદીએ પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ આપ્યું છે તે વાત ઉપર ભાર મૂકી પાટીદારો સાથે હોવાની વાત કરી હતી.
રાજ્યની કેબિનેટમાં બે પાટીદાર પ્રધાનોને સ્થાન મળ્યું તે વાત થી સમાજ રાજી હોવાનું આગેવાનો જણાવી રહયા છે.
યાત્રા ના માધ્યમથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા એ પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. પીએમ મોદીએ કેન્દ્રમાં બે મહત્વના ખાતા આપીને પાટીદાર સમાજનું સન્માન કર્યુ છે. આમ પાટીદારો એ ભાજપ ને સમર્થન કરતાં હવે અગાઉ ગુજરાત માં પાટીદાર મુખ્યમંત્રી ઉમેદવાર હોવાની જીદ લઈને બેઠેલા પાટીદારો કેન્દ્ર માં બે પાટીદારો ના સમાવેશ થી રાજીના રેડ થઈ ગયા હતા અને ભાજપ તરફી થઈ જતા ખોડલધામ માં બધા સાથે જોવા મળ્યા હતા.