ગુજરાતનો પ્રથમ કોરોનાપોઝિટિવ દર્દી રાજકોટ માં નોંધાયો હતો અને તે આજે એકદમ સાજો થઇ જતા આરોગ્ય વિભાગ માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે. આ દર્દી ને હાલ હોસ્પિટલમાંથી રજા આપી ઘરે પણ મોકલી દેવામાં આવ્યો છે. સાથેજ છેલ્લા 48 કલાકમાં લેવામાં આવેલા સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. રાજકોટ માં હલ તમામ કોરોના રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે. કોરોનાના પ્રથમ દર્દીને સાજો કરવામાં સિવિલ હોસ્પિટલ અને તેના સ્ટાફની મહેનત રંગ લાવી છે. તેમજ 31 માર્ચે રાજકોટમાં 16 રિપોર્ટ અને 1 એપ્રિલે 12 દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ યુવાનને 17મીએ દાખલ કરાયો હતો અને ત્યારથી સારવાર ચાલી રહી હતી. સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસના અથાક પરિશ્રમના પરિણામે હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી રહયો, તેના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. યુવાન ખરેખર સ્વસ્થ થયો છે અને બુધવારે રાત્રે સિવિલના તબીબી સ્ટાફ આ યુવાનને આઈસોલેશન વોર્ડમાંથી બહાર લાવ્યા હતા અને એકસાથે કોઇપણ પીપીઈ કિટ વગર યુવાનની સાથે રહીને પ્રતીતિ કરાવી હતી કે, તેનામાં હવે કોઇપણ પ્રકારના કોરોનાના વાઇરસ ન લક્ષણો નથી. આજે 2 એપ્રિલે સવારે તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. તેને ઘર સુધી પહોંચાડવા માટે ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. યુવાનને હજી 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રાખવામાં આવશે કારણ કે તેને અન્યનો ચેપ લાગે નહિ તે માટે આ કાળજી લેવામાં આવનાર છે.
