મધ્યપ્રદેશ ના ભૂત જેવા પોલીસવાળાઓ એ કોઈપણ તપાસ કર્યા વગર જ ગુજરાત ના સપૂત CRPFના જવાન અજિતસિંહ પરમારના મૃત્યુદેહ ને દફનાવી દઇ કરેલા બુદ્ધિ ના પ્રદર્શન ને લઈ લોકો માં રોષ ફેલાયો છે અને ગુજરાત ના સપૂત અજિતસિંહના રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગીરસોમનાથના કોડીનારમાં નાગરિકો એ રેલી યોજી હતી અને જવાન ના રહસ્યમય મૃત્યુ તેમજ દફનવિધિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા આ અંગે કલેક્ટરને આવેદન પાઠવી CBI તપાસની માંગ કરવામાં આવી છે. જો આ અંગે જો તપાસ નહીં લેવામાં આવે તો કોડીનાર ના નગરજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
કોડીનાર શહેરના ગૌરવ એવા સપૂત ના રહસ્યમય મોત માટે તમામ સમાજ ના નાગરિકો દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સીઆરપીએફના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનો મધ્યપ્રદેશમાંથી અગમ્ય કારણોસર મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર કોડીનાર શહેરમાં આક્રોશ છવાયો છે. કોબ્રા કમાન્ડો કે જેઓ 10 હજાર આર્મી જવાનો માંથી માત્ર 5 જવાનોની જ પસંદગી થતી હોય છે એવા અજીતસિંહ કોડીનાર નું ગૌરવ હતા જેઓ ના મોત ને મજાક બનાવી દેવાતાં કોડીનાર ની જનતા માં ગુસ્સો જોવા મળ્યો હતો અને રેલી યોજી પોતાનો આક્રોસ વ્યક્ત કરી જણાવ્યું કે તપાસ નહિ થાય તો નગરજનો
ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આવશે તેવી ચીમકી અપાઈ હતી.
કોડીનારનાં એકમાત્ર કોબ્રા કમાન્ડોનાં મોતનાં રહસ્ય ને સર્વે સમાજે સુત્રોચાર અને આક્રોશ સાથે રેલી કાઢી સીબીઆઈ તપાસ થાય અને આ જવાન ના મોત પાછળ જે કોઈ પણ જવાબદાર હોય તેઓને સજા થાય તેવી માંગ કરાય છે. તેમજ જો યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવા માં આવી હતી.આમ ગુજરાત ના સપૂત ના મોત ને જાણે કે મજાક બનાવી દેતા ગુજરાત- સૌરાષ્ટ્રમાં લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.
