હાલ ગુજરાત માં ચુંટણી પ્રચાર ચરમસીમા એ છે ત્યારે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મોટી જાહેરાત કરી છે તેઓ એ કહ્યું કે હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં
એક મોટા બ્રેકીંગ ન્યૂઝ સામે આવ્યા છે જેમાં એક રાજકીય નેતા એ પ્રથમવાર સરકારી પગાર નહિ લેવાની જાહેરાત કરી છે
સત્યડે દ્વારા આ ન્યૂઝ થોડીવાર પહેલા જ પબ્લિસ થયા હતા અને મોટી ઉંમરે પણ નેતાઓ ને તગડો પગાર અને યુવાનો બેકાર મુદ્દે પબ્લિશ થયેલા ન્યૂઝ બાદ યોગાનુયોગ આ વાત સામે આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 નવેમ્બરે રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેવે સમયે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે કહ્યું કે, હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં, મારો તમામ પગાર જનતાની સેવામાં વાપરીશ. જયંતિ પટેલે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, હું જયંતીલાલ પટેલ વચન આપું છું કે ધારાસભ્ય બનીશ તો 22 મહિનાનો અંદાજિત રૂપિયા 24,00,000/-થી વધુ પગાર મોરબી માળીયાની જનતાની સેવામાં વાપરીશ. આમ આ એક શરૂઆત કહી શકાય કે નેતાઓ હવે સમજતા થયા છે કે પબ્લીક પ્રોપર્ટી ને લૂંટાય નહિ
