પોલીસ અધિક્ષકશ્રી નિલેશ જાજડીયા ના આદેશ અન્વયે તથા ના.પો.અધિ.શ્રી બી.સી.વાઘેલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો કેશોદ પોલીસ સ્ટેશન પો.ઇન્સ. એ.વી.ટીલવા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. ટીમ તથા પો.સ્ટે.ના સ્ટાફએ કેશોદ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૫૯/ર૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૦૨, ૩૯૭, ૧૨૦બી મુજબના કામે તા.૧૫/૧ર/ર૦૧૬ ના રોજ આ કામના આરોપીઓએ નવા-જુના રૂપિયા બદલવા માટે ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદીને જુના રૂપીયા નહી આપી નવા રૂપિયા જટી ભાગી જવાનુ નક્કી કરી આરોપીઓએ પસંદ કરેલ ડીલ વાળી જગ્યાએ ફરીયાદી તથા સાહેદને બોલાવી અજાણ્યા ત્રણેય આરોપીઓએ ગન બતાવી રાજેશ મુળુ જીલડીયાને છાતીના ભાગે છરીના જીવલેણ ઘા મારી મોત નિપજાવી આશરે નવ લાખની નવી કરન્સી રૂપિયા ભરેલ થેલો તથા લેપટોપ આચકી લુંટ કરી નાસી ગયેલ જે આધારે અલગ-અલગ ટીમવર્કથી સદર ગુન્હો ડીટેકટ કરી આરોપીઓ (૧) કરણભાઇ હાથીયાભાઇ સૂત્રેજા જાતે મેર ઉવ.૨૦ (ર)કેશુભાઇ મશરીભાઇ સુત્રેજા જાતે-મેર ઉવ.૨૦ રહે.બન્ને સુત્રેજ તા.કેશોદ વાળાઓને લુંટમાં ગયેલ મુદામાલ સાથે પકડી રીમાન્ડ મેળવી હાલ સુધી સદર કામે રૂા.૪૩૦૦૦૦/- તથા લેપટોપ તથા ગુન્હાકામે વાપરેલ હથીયાર છરી, મો.સા., અલ્ટો કાર કબજે કરી અનડીટેક ગુન્હો શોધી કાઢેલ. ગુન્હાની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.