જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની 24 પુત્રી રિદ્ધિ એ ધ્રોલ સ્થિત પોતના ઘરમાં ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
આ અંગે મૃતક નાપિતા મેઘજીભાઇએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આપેલી માહિતિ મુજબ મરણ જનાર રિદ્ધિ હાલ બી.ઇ. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય તેની ફી પણ ભરી દીધી હતી. પરંતુ લોકડાઉનને કારણે કેનેડા ક્યારે જવાનું થાય તે વાતને લઇને ચિંતત હોવાથી અને મનમાં લાગી આવતા પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતુ આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
