હાલ કોરોના નો કહેર ચાલી રહ્યો છે ત્યારે જાહેર માં થુકવાની મનાઈ છે તેવા સમયે કચ્છના અંજારમાં પોલીસ કર્મચારી એ એક ઈસમ ને જાહેર માં નહિ થુકવા બાબતે ઠપકો આપતા આ ઇસમે વિજયનગર પાસે જૂની કોર્ટ નજીક તે પોલીસ કર્મી ની હત્યા કરી દેતા ભારે ચકચાર મચી છે. આ ઈસમ ને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે પોલીસકર્મીના માથામાં અને પગમાં કુહાડીના ઘા મારી ક્રૂર હત્યા કરી નાખી હતી.
વિજય ચૌહાણ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ એ સુનીલ ઉર્ફે મુન્ના ને બગીચામાં જાહેરમાં થુંકવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જેનું વેર રાખી ચાર દિવસ બાદ સુનીલે પોલીસ કર્મી વિજય ચૌહાણ ની કુહાડી ના ઘા મારી ક્રૂર હત્યા કરી દેતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
