હાલ માં કોંગ્રેસ માંથી ધારાસભ્યો ને ભાજપ ઉઠાવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ધારી માં ધારાસભ્યો એ કેરી ની પેટભરીને મોજ માણી હતી.
સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને રાજકોટ ના નિલસિટી ક્લબમાં લવાયા બાદ તેઓ ને ગઢડા, રાજુલા લઈ જવાયા હતા.ત્યારબાદ આજે ખાંભા 12 ધારાસભ્યો આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખાંભામાં ડો.કિર્તીકુમાર બોરીસાગરના નિવાસસ્થાને તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા, બાદમાં તમામ ધારાસભ્યો ધારી જવા રવાના થયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ધારી પહોંચ્યા હતા. ધારીમાં દલખાણીયા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં બધા ભેગા થયા હતા અને ફાર્મ હાઉસમાં ધારાસભ્યોએ કેરીની લિજ્જત માણી હતી. આ બેઠકમાં અર્જુન મોઠવાડીયા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ચૂંટણી અગાઉ ધારાસભ્યો ને અલગઅલગ જગ્યા એ ફરતા રાખ્યા છે.
