રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલો ઓવરબ્રિજ નો કેટલોક હિસ્સો તૂટી પડતા તકલાદી કામ ની પોલ ખુલી ગઇ છે અગાઉ થોડા દિવસ પહેલા અમદાવાદ માં પણ આવી જ ઘટના બની હતી.
રાજકોટ માં હજુ ચાલુ બાંધકામ માં જ જો ઓવરબ્રિજ તૂટી જતો હોય તો બની ગયા પછી શું ન થાય તે સવાલો ઉઠી રહયા છે.
સદનસીબે આ ઘટના રાત્રે બની પણ દિવસે જો આ કાટમાળ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકો અહીં થી પસાર થતા હોય મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા હતી. પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. જોકે આ ઘટના માં બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નો હિસ્સો એક તરફ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા. ગંભીર બાબત તો એ છે કે
ઓવરબ્રિજના મુખ્ય પિલરો જ નમી પડ્યા છે. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સોમવાર, એપ્રિલ 21
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત