રાજકોટમાં આજે માંસ,મછી,મટન વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ,આજે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ કતલખાના બંધ રાખવા અને માસ-મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં કોઈ પણ જગ્યાએ આજે માંસ-મટનનું વેચાણ કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરવામમાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચૂસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી GPMC એક્ટ 1949 મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવી તેની લાગતા વળગતાઓ એ ગંભીર નોંધ લેવા જણાવાયુ છે.
