અમરેલી જિલ્લાના બાબરાના ચરખા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા 70 જેટલા ઘેટાંઓ ના ટોળાં ઉપર ટ્રક ચાલકે ટ્રક ચડાવી દેતા 22 જેટલા ઘેટાંના મોત નીપજ્યાં હતા જ્યારે 12 જેટલા ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ચાલકે ઘેટાં અડફેટે લેતા લોકો એકત્ર થતા ટ્રક ચાલક સ્થળ ઉપર થી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. માલધારી સમાજે ઘેટાંના મોતમાં ટ્રક માલિક દ્વારા વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બનાવ બાદ ઘેટાંના માલિક મહેશ ભરવાડે જણાવ્યું છે હતું કે તે ઘેટાં ચરાવવા માટે જઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રેક ઘેટાંઓને અડફેટે લીધા હતા. જેમાં 22 ઘેટાંના મોત થયાં છે અને 12 ઘાયલ છે. ટ્રક માલિક સ્થળ પર આવે અને જે જાનમાલનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવે તેમ તેણે જણાવ્યુ હતુ.
આ બનાવ ને કારણે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
