Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહ કમિટી સામે કોર્ટ તરફથી 30 પાનાની નોટિસ
Ajmer Sharif Dargah: અજમેર દરગાહને લઈ વિવાદ ઊભો થઈ રહ્યો છે, જેમાં હિન્દુ સંગઠનનો દાવો છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તિની દરગાહમાં શિવ મંદિરના અવશેષો છુપાયેલા છે. આ દાવાને લઇને, સોશિયલ મીડિયા અને સ્થાનિક સમુદાયોમાં ચર્ચાઓ વધી ગઈ છે.
કોર્ટએ આ મામલાની સુનાવણીના બાદ દરગાહ કમિટીને 20 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.
Ajmer Sharif Dargah રાજસ્થાનના અજમેરમાં સ્થિત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની લોકપ્રિય દરગાહ પર શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, એક હિન્દુ સંગઠને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં પ્રાચીન મંદીરના અવશેષો છે.
આ અરજીને સ્વીકારીને, જિલ્લાના સિવિલ કોર્ટે દરગાહ સમિતિને 20 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આ નોટિસ 30 પાનાની છે, અને તેમાં લઘુમતી બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ અને દરગાહ કમિટીને પણ નોટિસ જારી કરવામાં આવી છે.
દરગાહ કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ 20 ડિસેમ્બરે કોર્ટમાં જુદા-જુદા દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમ કે 1950ના વર્ષના સર્વે રિપોર્ટ અને દરગાહના ઈતિહાસ પર આધારિત દસ્તાવેજો.
ત્રણેય પક્ષો 20 ડિસેમ્બરે પોતપોતાના મંતવ્યો અને દાવા અંગે જવાબ આપશે.